એકાદ એવી યાદ તો છોડી જવી હતી

August 12, 2016 in ગુજરાતી કવિતા

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

– કૈલાસ પંડિત